Back to blog

બાળકનો વિકાસ

બે પડોશી અને એક જાદુઈ ઝાડ કોણે મેળવ્યો ખજાનો ને કોણે ગુમાવ્યું samp taya jamp gujrati varta

બે પડોશી અને એક જાદુઈ ઝાડ કોણે મેળવ્યો ખજાનો ને કોણે ગુમાવ્યું samp taya jamp gujrati varta

સંપ ત્યાં જંપ! આ કહેવત તો તમે સાંભળી જ હશે, પણ જો આ વિડિયો પૂરો જોશો તો સમજાશે કે જીવનમાં પરિવારનો સાથ અને સંપ કેટલો મોટો ખજાનો છે.

આજે paglu app ની આ વાર્તામાં આપણે જોઈશું બે પડોશીઓની વાત - એક તરફ ગરીબ મારુતિનું સંયુક્ત પરિવાર જે પ્રેમ અને સંપથી જીવે છે, અને બીજી તરફ મહાદેવનું પરિવાર જે સ્વાર્થ અને અસંપથી ઘેરાયેલું છે. એક જ કદમ્બનું ઝાડ અને બે અલગ અલગ પરિણામો! અંતે કોણે શું મેળવ્યું? જાણવા માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ.

✨ બોધ: જે કુટુંબમાં સંપની શક્તિ ન હોય, તેણે બધું ગુમાવવું પડે છે.

જો તમને આ વાર્તા ગમે તો વિડિયોને LIKE કરો, SHARE કરો અને Paglu App ની ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં!

pehlu paglu app - https://play.google.com/store/apps/details?id=pehlupaglu.kidsapp&hl=en_IN

#GujaratiStories #PagluApp #MoralStory #SampTyanJamp #FamilyStory #GujaratiVarta

બે પડોશી અને એક જાદુઈ ઝાડ કોણે મેળવ્યો ખજાનો ને કોણે ગુમાવ્યું samp taya jamp gujrati varta

મહાદેવ અને મારૂતિ નામના બે પચાસેક વર્ષના પડોશીઓ હતાં.મારૂતિનું કુટુંબ ગરીબ હતું પરંતુ તેના કુટુંબમાં ખૂબ જ સંપ હતો. મહાદેવ પૈસાદાર હતો, તથા તેના કુટુંબમાં કુસંપ અને ઝઘડા હતા.

મારૂતિના કુટુંબ માટે મોંઘવારીમાં ટૂંકી આવકમાં ટકી રહેવુ મુશ્કેલ હોવાથી તેમણે નોકરીની શોધમાં જવાનું નક્કી કર્યું. મારુતિ તથા મહાદેવ બંન્ને કુટુંબો સંયુક્ત રહેતા હતાં. દરેકના ઘરમાં પુત્રો, પુત્રવધુઓ, બાળકો એમ ઘણાં બધા હતાં. મારુતિ પોતાના દીકરાઓ, વહુઓ તથા પત્નિ બધા સાથે મળીને મોટા શહેર તરફ જવા માટે નિકળ્યો.

ચાલતા ચાલતા સાંજ પડી. એક મોટા કદમ્બના ઝાડ નીચે રાત ગાળવાનું નક્કી કર્યું. બધાએ ભેગા થઈને ગાડામાંથી સામાન નીચે ઉતાર્યો. મારુતિએ મોટા દીકરાને બોલાવીને ઝાડ નીચે ચોખ્ખાઈ કરવાની સોંપી, મારુતિની પત્નિ બાજુની નદીમાંથી રાંધવા માટે પાણી લેવા ગઈ. દીકરાની વહુને મારુતિએ ચૂલો ગોઠવીને તૈયારી કરવા કહ્યું, અને તે પોતે જંગલમાં લાકડું કાપવા લાગ્યો. ઝાડ ખૂબ જ ઘટાદાર હતું. ઝાડની ઉપર એક ચોર ચોરીના પોટલા સાથે સંતાયો હતો. તે ખૂબ થાકેલો હતો. તેણે મારુતિના કુટુંબને સંપીને કામ કરતા જોયા. તેણે જોયું કે મારુતિ પાસે અનાજનો એકેય દાણો નહોતો છતા પણ તેમના દ્વારા રાધવાની તૈયારી કરવામાં આવી હતી. થોડીજ વારમાં શાંતીથી મારુતિની પત્નિએ પૂછ્યું કે, આપણે શું બનાવીશું ?

મારુતિએ ભગવાન ઉપર ખૂબ જ વિશ્વાસ હતો, તેણે ઊંચે જોઈને કહ્યું, તું ચિંતા ન કરીશ. એ ઉપર બેઠા બેઠા આપણને જુએ છે, તે જ આપણને આપશે.

પત્નિ બોલી એ આપણને શું મદદ કરશે ?

મારુતિ બોલ્યો આપણું કુટુંબ મોટું છે, સંપ ત્યાં જંપ, આપણે પ્રયત્ન કરીશું તો તેને નીચે ઉતારી શકીશું.

ઝાડની ઉપર બેઠેલા ચોરને ચિંતા થવા લાગી. એણે જિંદગીમાં આવડું મોટું કુટુંબ અને આવો સુંદર સંપ જોયો ન હતો. બધા સંપીને પોતપોતાને સોંપાયેલા કામો કરતા હતાં. એને થયું કે જો આ કુટુંબ ભેગુ થઈને તેની ઉપર હુમલો કરશે તો તેના રામ રમી જશે. આમ વિચારીને તેણે ગભરાઈને ચોરીનો માલ ભરેલું પોટલું ઝાડ પરથી નીચે ફેંક્યું. ઝાડની બીજી બાજુની ડાળી પરથી ઉતરીને તે જંગલમાં જતો રહ્યો.

મારુતિની બાજુમાં જ આ પોટલું પડ્યું. બધાએ ભેગા થઈને પોટલું ખોલ્યું. બધાની આંખો પહોળી થઈ ગઈ. પોટલામાં હજ્જારો રૂપિયા તેમજ જરઝવેરાત, રત્નો, હીરાના મોટા મોટા હાર તથા અસંખ્ય સોનામહોરો હતી.

https://youtu.be/gl_Uy3SUiQI

મારુતિએ કહ્યુ, મેં નહોતું કહ્યું એ આપણને આપી દેશે. ખરેખર ભગવાન સાચી પ્રાર્થના સાંભળે જ છે. આપણો સંપ જોઈને તેણે આપણી જરૂરિયાત કરતા આપણને વધારે આપી દીધું છે. હવે આપણે શહેરમાં જવાની જરૂરી નથી. ચાલો, ગામડે પાછા જઈએ અને શાંતિથી રહીએ.

આખું કુટુંબ ગામડે પાછું ફર્યું. મારુતિએ મોટું ઘર ખરીદ્યું. સોનું વેચીને તેણે મોટી જમીન લીધી અને ધીમે ધીમે સાચવીને પૈસા વાપરીને તેમણે પોતાનું જીવન જ બદલી નાંખ્યું.

આખા ગામના મોઢે એક જ વાત હતી, મારુતિના બદલાયેલા ભાગ્યની જ !

મહાદેવ આ બધું જોઈ રહ્યા હતાં. મહાદેવને ખૂબ ચટપટી થઈ. મારુતિને ખજાનો મળી ગયો કે શું ? તે મારુતિને ઘેર ગયો. તેણે મારુતિને પૂછ્યું, શહેરમાં જઈને શું કરી આવ્યો ?

મારુતિ સાચાબોલો હતો. તેણે બધી વાત ભોળાભાવે કહી દીધી. મહાદેવને થયું કે, આ બધું સહેલું છે. આટલું બધું સહેલાઈથી પૈસાદાર થવાતું હોય, તો હું પણ મારા કુટુંબને લઈને એ કદમ્બના ઝાડ સુધી જઈ આવું !

મહાદેવ બિસ્ત્રાપોટલા બાંધીને આખા કુટુંબને લઈને શહેર તરફ જવા નીકળ્યો. સાંજ પડી એટલે મહાદેવે પણ કદમ્બના એ જ ઝાડ નીચે જમીને રહેવાનું નક્કી કર્યું. જેવું ઝાડ આવ્યું એટલે તેણે પોતાના મોટા દીકરાને ઝાડ નીચેથી સફાઈ કરવાનું કહ્યું. પત્નિને પાણી ભરવાનું કહ્યું, તથા દીકરાની વહુને રસોઈ કરવાનું કહ્યું જે પ્રમાણે મારુતિએ કર્યું હતું તેમ તેણે પણ કર્યું.

જો કે જોગાનુજોગ તે સમયે પણ ઝાડ ઉપર એક બીજો ચોર સંતાઈને બેઠો હતો. કારણકે ઝાડ એટલું ધટાદાર હતું કે બધા ચોરોને સંતાવવા માટે આ ઉત્તમ સ્થળ હતું.

મહાદેવે બધાને કામ સોંપ્યું. પરંતુ કોઈએ સંપીને કામ કર્યું જ નહિ. દરેક પોત પોતાની રીતે વિચારવા લાગ્યા...મહાદેવના દિકરીએ વિચાર્યું કે થોડા વખતમાં જ મોટો માલ મલવાનો છે તો પછી સાફસફાઈ કરવાની શી જરૂર ? મહાદેવની પત્નિએ વિચાર્યું કે પાણી તો ઘેરથી લઈને નીક્ળ્યા છીએ. ચોરને દેખાડવા માટે શા માટે નદીમાંથી પાણી લઈ આવવાની મહેનત કરવી ? વહુએ વિચાર્યું કે ઘેરથી ચાર દિવસ ચાલે એટલું જમવાનું લઈને નિક્ળ્યા છીએ પછી રસોઈ શા માટે બનાવવી હું તો રસોઈ બનાવવાની નથી ? જે દીકરો લાકડું લેવા માટે ગયો હતો તે તો ઝાડ નીચે જ સુંઈ ગયો. આમ મહાદેવની સૂચના પ્રમાણે કાંઈ જ ના થયું.

ઝાડ ઉપર સંતાયેલ ચોર બધું નાટક જોઈ રહ્યો હતો. ગયા વખતે જે કુટુંબ આવ્યું હતું તે બધા જ કામ સંપીને કરતું હતું જેને લીધે પોતાને બધો માલ ગુમાવવો પડ્યો હતો. તે કુટુંબના સંપથી ગભરાઈને તેને માલ મૂકીને ભાગવું પડ્યું હતું. માટે તેણે આ કુટુંબ પાસેથી તે માલ વસૂલવાનું નક્કી કર્યું. તેણે ખાસ એ જોયું કે કુટુંબમાં બધા જ સ્વાર્થી છે તથા સહુ કોઈને પોતાની જ લાભની ચિંતા છે. આવું કુટુંબ પોતાનું કાંઈ બગાડી શકે તેમ નથી.

મહાદેવને ભગવાન ઉપર બિલકુલ શ્રધ્ધા નહોતી. પરંતુ પોતાના સ્વાર્થ માટે ભગવાનને પ્રાર્થના કરી. મહાદેવની પત્નિ બોલી, બધું તૈયાર છે ? હવે રાંધીશું શું ?

મહાદેવ બોલ્યો, ચિંતા ન કરીશ. એ આપણને ઉપરથી દેખે છે. એ જ આપણું ધ્યાન રાખશે.

એ આપણને શી રીતે મદદ કરશે ? પત્નિ બોલી.

આપણે ઘણા બધા છીએ બધા ભેગા મળીને તેને નીચે લઈ આવીશું. મહાદેવ ઢીલું ઢીલું બોલ્યો.

આટલું સાભળતા જ ગુસ્સે ભરાયેલા ચોરે ઝાડ નીચે કુદકો માર્યો. તેના હાથમાં ધારદાર છરી હતી. મહાદેવના બધા જ લોકો અલગ અલગ દીશામાં ભાગવા લાગ્યા. બધાએ બુમાબુમને રાડા રાડ કરી મૂકી પરંતુ અહી જંગલમાં તેમની રાડો સાંભળવા વાળું ક્યાં કોઈ હતું. મહાદેવે સ્વપ્નેય વિચાર્યું નહોતું કે સાચૂકલો ચોર ઝાડ પરથી નીચે ઊતરી આવશે.

આમ, મહાદેવે હતું તે પણ ગુમાવીને ગામમાં પાછું ફરવું પડ્યું. માટે તો કહેવાયું છે કે સંપ ના હોય ત્યાં શક્તિ ક્યાંથી હોય ?

બોધઃ-જે કુટુંબમાં સંપની શક્તિ ન હોય તેણે બધું ગુમાવવું પડે છે