Back to blog

બાળકનો વિકાસ

બુદ્ધિશાળી ખેડૂત અને ચાલાક ગધેડો | મજેદાર બોધકથા | chalak gadhedo | Pehlu Paglu

મજેદાર બોધકથા, ગુજરાતી વાર્તા , બુદ્ધિશાળી ખેડૂત અને ચાલાક ગધેડો | મજેદાર બોધકથા | chalak gadhedo | Pehlu Paglu

બહુ જ સમય પહેલાંની વાત છે, એક ગામમાં એક એવો ખેડૂત રહેતો હતો જે પશુ-પક્ષીઓની ભાષા સમજી શકતો હતો! પણ તેની પાસે એક શરત હતી કે જો તે આ વાત કોઈને કહે તો તેનું મોત થઈ જાય.

એક દિવસ તેના બળદ અને ચાલાક ગધેડા વચ્ચે એવી વાતચીત થઈ જેણે આખી બાજી જ પલટી નાખી! બળદને આરામ અપાવવા માટે ગધેડાએ એક યુક્તિ સુઝાઈ, પણ એ યુક્તિ ગધેડાને જ કેવી ભારે પડી? અને અંતે ખેડૂતે કેવી રીતે અદભૂત ચતુરાઈ વાપરી?

બુદ્ધિશાળી ખેડૂત અને ચાલાક ગધેડો | મજેદાર બોધકથા | chalak gadhedo | Pehlu Paglu

ણા સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેની પાસે હળ ખેંચવા માટે બે બળદ હતા અને વજન ઉપાડવા માટે એક ગધેડો હતો.

એ ખેડૂતમાં એક અદભૂત ગુણ હતો. ખેડૂત પશુપંખીઓની ભાષા સમજી શકતો હતો. પણ તે કોઈને કશું જણાવી શકતો નહિ. એને એવો શાપ હતો કે જો તે કોઈને પણ પશુપક્ષીઓની વાતચીત જણાવશે તો તેનું મોત થઈ જશે.

એક દિવસ તેના બળદ અને ગધેડો કોઢમાં વાતો કરતા હતા. તે વખતે ત્યાંથી ખેડૂત પસાર થયો. તેઓની વતો સાંભળતાં તે ત્યાં જ ઊભો રહી ગયો. જે બળદ આખા દિવસના કામથી થાકી ગયો હતો તે બોલ્યો, ભાઈ ગધેડા, તું નસીબદાર છે. તારે કયારેક જ કામ કરવું પડે છે. મારે તો આખો દિવસ હળ ખેંચવું પડે છે. સાંજ પડતાં તો જીવ નીકળી પડે એટલો થાક લાગે છે.

ગધેડો ખૂબ ચાલાક હતો.બળદની વાત સાંભળીને તેને બળદ પર દયા આવી. તેણે બળદને એક યુકિત બતાવી, આવતીકાલે જયારે ખેડૂત તને ખેતરે લઈ જાય ત્યારે તું હળ ખેંચતાં ખેંચતાં નીચે બેસી જજે અને હાંફવા માંડજે. પછી તું તારી ડોક નીચે ઢાળી દેજે. આ જોઈ ખેડૂત ગભરાઈ જશે. તે તને બીમાર સમજી આરામ કરવા દેશે. એ તને સારું ખાવાનું આપશે અને તારી બહુ કાળજી લેશે.

બળદને ગધેડાની શિખામણ ગમી ગઈ. તેમ મનમાં રાજી થયો. ખેડૂતે આ બંને પશુઓની વાતચીત સાંભળી લીધી હતી. એટલે બીજા દિવસે શું કરવું અને ગધેડાને કઈ રીતે પાઠ ભણાવવો એ તેણે નકકી કરી લીધું. બંને પ્રાણીઓને ખબર ન હતી કે ખેડૂતે તેમની વચ્ચે થયેલી વાતચીત સાંભળી લીધી છે.

બીજા દિવસે સવારે ખેડૂતે બળદને હળમાં જોતર્યો. થોડો સમય હળ ખેંચ્યા પછી ગધેડાની શિખામણ પ્રમાણે બળદ જમીન પર બેસી પડયો. આંખો બંધ કરી દીધી અને જોર જોરથી તે હાંફવા લાગ્યો. પછી તેણે તેનું માથું નીચે ઢાળી દીધું.

ખેડૂતને આ બાબતની જાણ પહેલેથી હતી જ. તે તરત સમજી ગયો કે ગધેડાની સલાહ પ્રમાણે જ બળદ બીમાર હોવાનો ઢોંગ કરી રહ્યો છે .તે ખરેખર બીમાર નથી . તે બોલ્યો, ભાઈ બળદ, તું માંદો પડી ગયો છે તેથી હળ ખેંચી શકતો નથી. માટે ચાલ, તું કોઢમાં જઈને આરામ કર.

ખેડૂત બળદને કોઢમાં મૂકી આવ્યો અને તેને ચારો નાખ્યો પછી તે ગધેડા પાસે ગયો અને બોલ્યો, ભાઈ ગધેડા ! આજે બિચારો એક બળદ એકાએક માંદો થઈ ગયો છે. માંદા બળદ પાસેથી કામ લેવું એ કંઈ સારું કહેવાય? એટલે આજે એને બદલે તારે હળ ખેંચવું પડશે. આમ કહી ખેડૂતે ગધેડાને હળમાં જોતર્યો.

ગધેડો હળ ખેંચવાના કામથી ટેવાયેલો ન હતો. તેથી આખો દિવસ હળ ખેંચી ખેંચીને તે ખૂબ જ થાકી ગયો.સાંજે તેને કોઢમાં બાંધવામાં આવ્યો ત્યારે તેણે બળદને ઠપકો આપતાં કહ્યું, જાણે છે ? તારે લીધે આજે હું આખો દિવસ કામ કરી કરીને સાવ અધમૂવો થઇ ગયો. મારી ખાંધ અને પગ ખૂબ દુઃખે છે.

બળદે ગધેડાને કહ્યું, ગધેડાભાઈ, તમારી યકિત ખૂબ સરસ રહી. આજે તમે મને આરામ અપાવ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ મારી વાત બરાબર સાંભળી લો. આજે તમે પેટ ભરીને ઘાસચારો ખાજો. કારણ કે કાલે પણ તમારે જ હળ ખેંચવું પડશે.

બળદની વાત સાંભળી ગધેડો ચમકી ગયો. તેણે દાંત કચકચાવ્યા. તેને બળદ પર ખૂબ ગુસ્સો આવ્યો. તેને થયું, મારી શિખામણ મને જ ભારે પડી રહી છે !પણ ગઘેડો બુદ્ધિશાળી હતો. તરત ગધેડાએ એક નવી યુકિત વિચારી કાઢી.

તેણે ઉદાસ થઈને બળદને કહ્યું, બળદભાઈ, તમને આરામ મળતો હોય તો મને હળ ખેંચવામાં જરાય વાંધો નથી. પણ..એટલું બોલીને ગધેડો અટકી ગયો.બળદે ગધેડાને પૂછયું, પણ શું ?

you tube પર આખો એનિમેશન વિડિઓ જોવા માટે ની લિંક - https://youtu.be/0LNw-8SM1qA

ગધેડો કહે, મને તારી દયા આવે છે. તને શું કહું, ખેડૂત આજે બપોરે તેની પત્નીને કહેતો હતો કે આ બળદ હવે ઘરડો થવા આવ્યો છે. હવે તેનાથી કામ થઈ શકતું નથી. તેથી આપણે તેને કસાઈખાને વેચી દઈશું ! આ સાંભળીને બળદના હોશકોશ ઊડી ગયા.

બળદ અને ગધેડાની આ વાતચીત સાંભળીને ખેડૂત ખડખડાટ હસવા લાગ્યો. ખેડૂતને આમ એકાએક હસતો જોઈને તેની પત્નીએ તેને હસવાનું કારણ પૂછયું.ખેડૂતે જણાવ્યું, હું મારા હસવાનું કારણ તને કહી શકું તેમ નથી.ખેડૂતની પત્નીએ કારણ જાણવાની જીદ પકડી.

ખેડૂત વિચારમાં પડી ગયો. તેણે કહ્યું, હું પશુપંખીની ભાષા જાણું છું. પરંતુ મને એવો શાપ છે કે પશુપંખીની વાતચીત જો હું કોઈને જણાવું તો મારું મોત થાય.જો તું મારું મૃત્યુ થાય એવું ઈચ્છતી હોય તો હું તને મારા હસવાનું કા જણાવી દઉં. બોલ. તું મને ચાહે છે કે મારા હસવાનું કારણ જાણવા માગે છે ?

ખેડૂતની પત્ની તેને ખૂબ ચાહતી હતી આથી તેણે કારણ જાણવાની હઠ જતી કરી.બીજા દિવસે ખેડૂત ગધેડાને ખેતરમાં લઈ જવા માટે કોઢમાં આવ્યો. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. ગધેડાને બદલે બળદ હળ ખેંચવા માટે આગળ દોડી આવ્યો ! જાણે તે કહી રહ્યો હતો. માલિક, હવે ગધેડાને નહિ મને જ ખેતરે લઈ જાઓ. હવે હું કામ કરી શકું તેમ છું.

ગધેડો મનમાં ને મનમાં મલકાઈ રહ્યો હતો. તેનો કીમિયો સફળ નીવડયો. તેનાથી ખેડૂતને પણ કાયમની નિરાંત થઈ ગઈ.

આવા જ એનીમશન વાર્તા ના વિડિઓ જોવા માટે આજે જ અમારી એપ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ લિંક - https://play.google.com/store/apps/details?id=pehlupaglu.kidsapp&hl=en_IN

#GujaratiVarta #BalVaarta #PehluPaglu #MoralStoryInGujarati #GujaratiKidsStories #Bodhkatha #GujaratiGoshtiyo #KidsMoralStories #GujaratiStoriesv