Back to blog

શિસ્ત અને વર્તન

શિસ્ત અને વર્તન: ૩ થી ૭ વર્ષના બાળકોમાં સારા સંસ્કારોનો પાયો

પહેલાં માતા-પિતાએ બનવું પડશે ઉદાહરણ,નિયમો સ્પષ્ટ અને સરળ રાખો ,'ના' કહેવાની સાચી રીત, સારા કામની પ્રશંસા કરો

શિસ્ત અને વર્તન: ૩ થી ૭ વર્ષના બાળકોમાં સારા સંસ્કારોનો પાયો

આપણા દેશમાં કહેવત છે કે, "કાચું માટીનું વાસણ હોય ત્યારે જ તેને ગમતો આકાર આપી શકાય." ૩ થી ૭ વર્ષની વય એવી છે કે જેમાં બાળકનું મન કોરા કાગળ જેવું હોય છે. આ ઉંમરે બાળકો જે જુએ અને સાંભળે છે, તે તેમના જીવનભર માટે મનમાંસી જાય છે.

આજે આપણે વાત કરીશું કે આ નાની ઉંમરે બાળકોમાં શિસ્ત અને સારા વર્તનની ટેવો કેવી રીતે કેળવવી, જેથી તેઓ આત્મવિશ્વાસુ અને સંસ્કારી બને.

૩ થી ૭ વર્ષની ઉંમરનું મહત્ત્વ કેમ છે?

આ ઉંમરે બાળકો નવું શીખવા માટે સૌથી વધુ ઉત્સુક હોય છે.

તેઓ ગુસ્સો કરવો, જીદ કરવી, કે પ્રેમથી વાત કરવી — બધું જ આસપાસના વાતાવરણમાંથી શીખે છે.

આ સમયે દંડ કરવા કરતાં પ્રેમ અને સમજાવટથી શીખવવું વધુ અસરકારક સાબિત થાય છે.

બાળકોમાં શિસ્ત લાવવાની સરળ અને સરસ રીતો

"બાળકોને ઉપદેશની નહીં, પણ સારા ઉદાહરણોની જરૂર હોય છે."

૧. પહેલાં માતા-પિતાએ બનવું પડશે ઉદાહરણ: બાળકો અનુકરણ (કોપી) કરવામાં હોશિયાર હોય છે. જો આપણે વડીલોને માન આપીશું, સમયસર કામ કરીશું, તો બાળક પણ આપમેળે તે શીખી જશે.

૨. નિયમો સ્પષ્ટ અને સરળ રાખો: ઘરના કેટલાક નાના નિયમો બનાવો, જેમ કે રમ્યા પછી રમકડાં પાછા પોતાની જગ્યાએ મૂકવા, જમતા પહેલાં હાથ ધોવા, કે સૂતી વખતે વાર્તા સાંભળવી.

૩. 'ના' કહેવાની સાચી રીત: બાળક જ્યારે પણ જીદ કરે, ત્યારે દર વખતે ગુસ્સો કરવાને બદલે તેને શાંતિથી સમજાવો કે અમુક વસ્તુઓ કેમ ન થઈ શકે.

૪. સારા કામની પ્રશંસા કરો (પ્રોત્સાહન): બાળક નાની સરખી પણ સારી બાબત કરે (દા.ત. કોઈને "નમસ્તે" કહેવું કે લેસન જાતે પૂરું કરવું), ત્યારે તેની પીઠ થાબડો અને શાબાશી આપો. તેનાથી તેનો ઉત્સાહ વધશે.

કઈ ભૂલો ટાળવી જોઈએ?

બાળક સામે ક્યારેય ઝઘડો ન કરવો: ઘરનું વાતાવરણ શાંત હોય તો બાળકનું વર્તન પણ હસમુખું રહે છે.

મારઝૂડ કે બૂમાબૂમથી બચો: ડરાવીને કે મારીને થોડા સમય માટે બાળક ચૂપ થઈ જશે, પણ તેના મનમાં ડર બેસી જશે જે ભવિષ્ય માટે હાનિકારક છે.

બધી જ જીદ પૂરી ન કરવી: જો દરેક જીદ તરત જ પૂરી થઈ જશે, તો બાળકને નાની બાબતોનું મૂલ્ય સમજાશે નહીં.

અંતે,

શિસ્ત એટલે કોઈ સજા નથી, પણ જીવન જીવવાની સાચી રીત છે. ૩ થી ૭ વર્ષના બાળકોને ગુસ્સાથી નહીં, પણ ધીરજ, પ્રેમ અને સતત માર્ગદર્શનથી જ સાચા રસ્તે વાળી શકાય છે. ચાલો, આજે જ આપણાં બાળકો સાથે મિત્ર બનીને તેમને સારા નાગરિક બનાવવાનો સંકલ્પ કરીએ!