ગુજરાતી ઉખાણાં અને તેના જવાબો
ગુજરાતી ઉખાણાં જવાબ સાથે બતાવો :
એક જનાવર ઈતું
પૂંછડે પાણી પીતું
જવાબ - દીવો
નાની નાની ઓરડી માં
બત્રીસ બાવા
જવાબ - દાંત
એક લાકડીની સાંભળો કહાણી,
તેમાં ભરેલું છે મીઠું પાણી
જવાબ - શેરડી
વીસ વીસનાં ઉતારી લીધા શીશ,
ના વહ્યું લોહી, ના ચઢી રીસ.
જવાબ - નખ
ના જીવ, ના ખાય, ના પીએ,
રહે ‘મૂળ’ ત્યાં લગી જીવે,
અંધારાથી એ બહુ ડરે,
જોતાં જ છુપે નિજ ઘરે.
જવાબ - પડછાયો
ઘર એક, રહેનારા બે,
સવારે-સાંજે ઝઘડે એ,
રહે ના ખાલી ઘર કદી.
તો કહો એનું નામ જલદી.
જવાબ - પ્રકાશ
અંધકારઊંચું છે એક પ્રાણી,
એની પીઠ છે ત્રિકોણી,
છે રણનું જહાજ-ગાડી,
એને જોઈએ થોડુંક પાણી.
જવાબ - ઊંટ
આમ જાઉં તેમ જાઉં
જ્યાં જાઉં ત્યાં પાછળ સંતાવું
જવાબ - પડછાયો
વનવગડામાં લોહીનું ટીપું
જવાબ - ચણોઠી
ધોળા ખેતરમાં
કાળા દાણા
જવાબ - અક્ષરો
ચારે બાજુ ભીંત
અને વચ્ચે પાણી
જવાબ - નાળિયેર
ચાલે પણ ચરણ નહિ
ઉડે પણ પાંખ નહિ
જવાબ - આંખ
માં ધોળી અને
બચ્ચાં કાળા
જવાબ - ઈલાયચી
ઢીંચણ જેટલી ગાય
નીરે એટલું ખાય.
જવાબ - ઘંટી
રાજા કરે રાજ ન
દરજી સીવે કોટ
જવાબ - રાજકોટ
રાજા જામે
વસાવ્યું નગર
જવાબ ~ જામનગર
એવી કઈ વસ્તુ છે જેને
પાંખ નથી તો પણ ઉડે છે?
જવાબ - પતંગ
એવી કઈ શાકભાજી છે
જેમાં તાળું અને ચાવી બંને આવે છે?
જવાબ - લોકી (દૂધી)
એવું તો કોણ છે જે તમારા
નાક પર બેસીને તમારા કાન ને પકડે છે?
જવાબ - ચશ્માં
લીલું ઝાડ, પીળું
મકાન તેમાં બેઠા કલ્લુરામ
જવાબ - પપૈયું
રાતા રાતા રાતનજી,
પેટમાં રાખે પણાં,
વળી ગામે ગામે થાય,
એને ખાય રંક ને રાણા!!
જવાબ - બોર
વાણી નહીં પણ બોલી શકે,
પગ નથી પણ ચાલી શકે,
વાગે છે પણ કાંટા નહીં,
એના ઈશારે દુનિયા ચાલે!
જવાબ - ઘડિયાળ
ઘરમાં મહેમાનોને દેવાય,
વોટમાં નેતાઓને દેવાય,
આરામ કરવામાં વપરાય!
જવાબ - ખુરશી