ગુજરાતી ઉખાણાં અને તેના જવાબો
પીળા પીળા પદ્મસી ને પેટમાં રાખે રસ
થોડા ટીપાં વધુ પડે તો દાંતનો કાઢે કસ!
જવાબ - લીંબુ
એવું શું છે જે પાણીમાં પડે તો પણ ભીનું ના થાય?
જવાબ - પડછાયો
એવી કઈ વસ્તુ જે ખાવા માટે
ખરિદિયે પણ તેને ખાતા નથી?
જવાબ - પ્લેટ
એવું શું છે જે વગર પગે ભાગે છે
અને ક્યારેય પાછો નથી આવતો?
જવાબ - સમય
એવી કઈ વસ્તુ છે જે તમે કઈ બોલો તો તૂટી જાય?
જવાબ - મૌન
લીલી માછલીના ઈંડા લીલા પણ,
માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે.
જવાબ - વટાણા
એ તો ભાઈ તો છે ભારે બીકણ,
કાતરી ખાતા પાન ઉંદરભાઈના મામા એ તો,
એને છે લાંબા કાન.
જવાબ - સસલું
નાના શરીરમાં નાની ગાંઠ,
જે દિવસભર કરે કામ પરસ્પર મળીને સંગે રહેતી,
આરામનું એને નહીં નામ.
જવાબ - કીડી
એ તો ભાઈ તો ભારે ઊંચા,
પણ લાગે છે સાવ બૂચા,
નાની પૂછડી ને ટૂંકા કાન,
ને ઊંચી ડોકે ચાવે પાન.
જવાબ - ઊંટ
કદરૂપી કાયા લઈને જળઘોડો પાણીમાંથી
આવે દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઇ ગબડાવે.
જવાબ - હિપોપોટેમસ
નાનેથી મોટું થાઉં,
રંગબેરંગી પાંખો લગાવું
હવાની લહેરોમાં તરતું જાઉં,
ફૂલો સંગે વાતો કરતું જાઉં.
જવાબ - પતંગિયું
વર્ષાઋતુને સહન કરતી,
ગરમીને ઘોળી પી જાતી બધાને આરામ આપતી જાતી,
પણ ઠંડીમાં નકામી બની જાતી.
જવાબ - છત્રી
બાગબગીચે ગાતી રહેતી,
પણ પોતાનું ઘર ક્યારેય ન બનાવતી કોલસાથી વધુ કાળી છે
પણ સૌની મનભાવન છે.
જવાબ - કોયલ
નાકે નકશે એ નમણું દેખાય,
પણ ભરતું લાંબી ફાળ આંખો
એની ચમકીલી ને ઝડપી એની ચાલ.
જવાબ - હરણ