store: https://pehlupaglu.com/
મારા વિચારો, મારી ભાષામાં!
blog
ઘણાં સમય પછી અહીં આવવાનો સમય મળ્યો. સમય તો મળતો હતો, પણ કંઇ લખવાની આળસ દિવસે દિવસે વધતી જાય છે એટલે એ માટે સમયનો વાંક ન કાઢી શકાય.
અપડેટ્સમાં તો ઘણી ઘટનાઓ બની. કોકીના મમ્મીનું લીવર કેન્સરના કારણે જાન્યુઆરીમાં અવસાન થયું. એ પછી ઘણા દિવસો સુધી અમે વેસા હતા. કોકી છેલ્લા સમય સુધી તેમની સાથે હતી એ એક સારી વાત હતી.
મુંબઈ મેરેથોન મિસ કરી, પણ કવિન પાસે સમય હતો એટલે એ ડ્રીમ રન દોડ્યો-ચાલ્યો. ડ્રીમ રનમાં દોડવા મળે? વીસ હજારથી વધુ વસ્તી ત્યાં સાંકડા રસ્તા પર પાર કરતા જ આંખે પાણી આવી જાય. પાલનપુર હાફ મેરેથોન પછી દોડવાનું સદંતર બંધ જ છે. સાયકલિંગ સારુ ચાલે છે, પણ હવે ઉનાળો આવે છે એટલે એ પણ ઓછું થશે.
વર્ષોથી પેન્ડિંગ એવો કર્નાલા ફોર્ટ ટ્રેક કર્યો. ગાડી હોવાનો લાભ ઉઠાવ્યો અને મારા ડ્રાઇવિંગ સ્કીલનો પરિવારે લાભ લીધો. બીજા કોઇને આનો ગેરલાભ ન મળ્યો એટલું સારું થયું!