માં વિશે સુવિચાર, શાયરી, કહેવતો, કવિતા, પંક્તિ અને બે શબ્દો

મારા નસીબમાં એક પણ દુઃખ ન હોત તો નસીબ લખવાનો હક મારી ‘મા’ને હોત

મારવા માટે ઘણા રસ્તા છે પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે ‘મા’

મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે તે પણ મારી માં જેવા જ જશે

મારવા માટે ઘણા રસ્તા છે પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે ‘મા’

મા દુનિયાની એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તેમને બાળકો હોવાનો અહેસાસ કરાવે છે.

સદા આપે હુફને સાતા એનુ નામ જ જન્મદાતા

જેની ગોદમાં દિકરાને શાંતિ મળે એ ‘મા’ ,
જેના મિલનથી ‘મા’ની અશાંતિ ટળે એ દિકરો

અવકાશમાં જેનો કોઇ અંત નથી તેને સૌ આકાશ કહે છે
અને ૫ૃથ્વી ૫ર જેના વાત્સલ્યનો ભંડાર કદી ખૂટતો નથી તેને આ૫ણે ‘મા’ કહીએ છીએ.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી નહી જડે રે લોલ

જજબાત અલગ છે ૫ણ વાત તો એક જ છે ને
તેને મા કહુ કે ભગવાન વાત તો એક જ છે ને

આ લાખ રૂપિયા ૫ણ ઘુળ સમાન છે
એ એક રૂપિયા સામે
જે ‘મા’ આ૫ણને સ્કુલ જતી વખતે આ૫તી હતી

ભગવાન દરેક જગ્યાએ ૫હોચી નથી શકતો
એટલે તેને ‘મા’ ને બનાવી હશે.

એક ‘મા’ જ એવી વ્યકિત છે જે કયારેય નારાજ નથી થતી

ભગવાનને જયારે માનવીના ઘરમાં આવવાનું મન થયુ ત્યારે ‘મા’ બનીને આવ્યા

માતાના હૈયા આર્શીવાદ એ જ સંતાનની સાચી મુડી છે.

મા વિના સૂનો સંસાર, નમાયા નો શો અવતાર

આખો સાગર નાનો લાગે જ્યારે, ‘મ’ ને કાનો લાગે.

માઁ એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સબંધ !!

વહેલી સવારે ફક્ત ત્રણ જ વ્યક્તિ ઉઠે છે. માં, મહેનત, અને જવાબદારી

જેના પ્રેમ ને ક્યારેય પાખંડ ના નડે તેનું નામ “માં”

મારા નસીબ માં એક પણ દુઃખ ના હોત, જો નસીબ લખવાનો હક મારી “માં” ને હોત.

મેં કદી ભગવાન ને જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી મા જેવા જ હશે.

ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી માટે તેણે માતા નું સર્જન કર્યું છે.

મા એ ભગવાન દ્વારા મનુષ્ય ને આપેલ એક અમૂલ્ય ઉપહાર છે.